– અને ભૌમિતિકા/ટૂંકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ટૂંકો

અમે ઈડરિયા ગઢની ઊંચી ટૂંકો
દરિયાવ, તમે સારસનો લઈને ટૌકો ઊડી ગયાં રે...

અમે પથ્થરિયા સૂરજ કાળા, ટોચના
અમારા લખલખતા અંગે કેવી લ્હાય
ટાળી મલક અમારો, ઊડ્યાં ક્યાંય
તરસી પડછાયે વલખે ’મારી કાય,
ઝરણાં ખરતાં પીંછાંને લઈને દડી ગયાં રે...
તમે પરવાસી આઘા કોઈ પંથનાં...
તમારી પાંખે ભીજાયેલું ગગન
અમે હડસેલે ઠેલાયેલું વન
તમે ભલ્લેરાં ઊંચાં કીધાં મન
મેલ્યા, ઝાંઝવે, અટૂલા, અમે બૂડી ગયા રે...

અમે ઈડરિયા ગઢની ઊંચી ટૂંકો
દરિયાવ, તમે સારસનો લઈને ટૌકો ઊડી ગયાં રે...
૩૦-૩-૧૯૬૯