– અને ભૌમિતિકા/સૈયરોના પ્રતિભાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૈયરોના પ્રતિભાવ


આવી આવી છોગાળાની જાન
ફાડ્યાજીને જોઈ લિયે,
જોય, ઈંનાં પૈણવાનાં કેવાં દકાંન*
સૈયર કેમ ખોઈ દિયે!
...’લી પાતળો તે પન્ય જાણે વાંસ
ગોળીમાં રવૈયો રે,
મઉડાની ડોળ્ય જેવી આંખ્ય
ક આંધળીનો છૈયો રે.
ખાલ બળી બાવળ્યની છાલ
ફૂલહુંગણું* તો નળિયું રે,
(જાણે) જોઈ ન્હોય ખભે તરવાર્ય
–ક મૂછે તો પળિયું રે.
બળ્યું દરિયાદે’નાં જેવાં ભાયગ
ફેરા તો બાઈ ફરશે રે,
ગોઠ્યપણાં બાંધીને ગાંઠે
સૈયર... ’મારી વરશે રે.

૨૧-૭-૧૯૭૧

  • દકાંન = દીદાર
  • ફૂલહુંગણું = નાંક