Atomic Habits

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Atomic Habits-title.jpg


Atomic Habits

James Clear

એટોમીક હેબીટ્સ


જેમ્સ ક્લીઅર


(સુક્ષ્મ આદતો–નાની ટેવો)


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: કલરવ જોષી


વિષયવસ્તુ :

જેમ્સકિલયર દ્વારા લખાયેલ એટોમીક હેબીટ્સ કેવી રીતે સુક્ષ્મ આદતો અથવા નાની ટેવો દ્વારા વ્યકિતગત અને વ્યવસાયિક વિકાસ પર ઊંડી અસર કરે છે, તેની સમજ આપે છે સાચી ટેવો પાડવા અને તોડવા માટે વ્યવહારૂ વ્યૂહરચના રજૂ કરે છે. નાની ગોઠવણો / આદતો નોંધપાત્ર લાંબા ગાળાનાં પરિણામો તરફ દોરી શકે છે તે વાત આકર્ષક રીતે વ્યક્ત કરવામાં આવી છે. સુક્ષ્મ આદતો સારી ટેવો વિકસાવવા અને ખરાબ ટેવો દૂર કરવા માટે વ્યવહારુ અને સક્ષમ માળખું પૂરું પાડે છે. વૈજ્ઞાનિક સંશોધન અને વાસ્તવિક જીવનનાં ઉદાહરણો પરથી કહી શકાય કે વર્તનમાં નાના ફેરફારો કેવી રીતે નવી આદતોની રચનામાં પરિણમી શકે છે? અને મોટી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

પરિચય:

જો તમારે તંદુરસ્ત થવું હોય તો ધીમે ધીમે આરોગ્યપ્રદ આહાર લેવાની આદત ચોકકસપણે તમને તંદુરસ્તી બક્ષશે. તમને પુસ્તકો વાંચવાની ઇચ્છા હોય તો રોજ બે-ચાર પાના વાંચવાની આદત કેળવવાથી નિશ્ચિતપણે તમે લાંબાગાળે વધુ પુસ્તકોનો અભ્યાસ કરી શકશો. તમારે તમારું શરીર ઉતારવું હોય તો એક દિવસમાં વધુ કસરત કરવાથી શરીર ઉતરશે નહિ પરંતુ નિયમિત કસરત કરવાની ટેવ પાડવાથી વજન ઉતરશે જ. આ બધાં જ ઉદાહરણોમાંથી તારણ કાઢી શકાય કે તમારી વર્તણૂંકમાં (ટેવ) નાના ફેરફારો કરીને પણ તેને આદતોમાં ફેરવી તમો આશ્ચર્યજનક પરિણામો મેળવી શકો છો. નાની ટેવો આદત બન્યા બાદ શક્તિશાળી રીતે અસર કરી શકે છે. આપણેઆપણા જીવનમાં નાના ફેરફારોની નોંધ લેતા નથી. નાના ફેરફારો નજીવી તાત્કાલિક અસર છોડે છે, પરંતુ જો આપણે આ નાના ફેરફારોનું વારંવાર પુનરાવર્તન કરીએ, તો આપણી પસંદગીઓ મોટાં પરિણામોમાં પરિણમે છે, થોડા સમય પછી જ તમારી આદતોનાં પરિણામો જોવા મળે છે.

જો તમારે તમારું ભવિષ્ય આર્થિક રીતે સધ્ધર કરવું હોય તો દર મહિને કંઈક ને કંઈક બચાવવાની ટેવ પાડશો તો અને આ દિશામાં આગળ વધતાં રહેશો તો લાંબે ગાળે આર્થિક સધ્ધરતા તમે મેળવશો જ. આપણે સારી આદતો વિકસાવવાની જરૂર છે કારણકે આદતોએ સ્વયં સંચાલિત વર્તન છે જે આપણે અનુભવમાંથી શીખ્યા છીએ, અંધારા ઓરડામાં જઈ આપણે સહજતાથી જ લાઇટ-સ્વીચ પાડીએ છીએ. આ એક એવી આદત છે જે આપમેળે થાય છે આવી ઘણી બધી ક્રિયાઓ આપણા રોજબરોજ જીવનમાં થયા જ કરે છે. આ આદતો આપણા જીવનમાં પ્રભુત્વ ધરાવે છે અને તેઓ અત્યંત શક્તિશાળી છે. ઓગણીસમી સદીમાં એડવર્ડ થોર્નડાઈક નામના મનોવૈજ્ઞાનિક પ્રયોગો કરીને સાબિત કર્યું કે વર્તણૂંકો જે સંતોષકારક પરિણામો આપે છે. જયાં સુધી તે આપોઆપ બની ન જાય ત્યાં સુધી તેનું પુનરાવર્તન થાય છે. આપણે જાણીએ છીએ કે આદતો કેળવવા માટે ચાર બાબતોનો સમાવેશ થાય છે. સંકેત, તૃષ્ણા, પ્રતિભાવ અને પુરસ્કાર. સંકેત – જે તમને કાર્ય કરવા પ્રેરે છે. તૃષ્ણા – તમે પ્રાપ્ત કરવા માંગો છો તે ઇચ્છા પ્રતિભાવ – આદતની જ ક્રિયા પુરસ્કાર - આદત પૂર્ણ કરવાથી તમને જે હકારાત્મક લાગણી મળે છે તે. તમે જયારે આદત બનાવવાનાં રહસ્યો જાણો છો તો તમે તેનો ઉપયોગ તમારા ફાયદા માટે કરી શકો છો. તમારા સંકેતોને આગળ અને કેન્દ્રમાં રાખવા માટે વાતાવરણમાં ફેરફાર કરવાથી મદદ મળશે. જયારે સારી ટેવો ગોઠવવાની વાત આવે છે, ત્યારે આપણામાંના મોટા ભાગના લોકો આપણા ઈરાદાઓ વિશે ખુબ અસ્પષ્ટ હોય છે, 'હું વધુ સારું ખાવા જઈશ' અથવા 'હું ગિટાર શીખવા જઈશ' અમે તો આશા રાખીએ છીએ કે અમે તેનું પાલન કરીશું. અમલીકરણનો ઈરાદો અમને અસ્પષ્ટ ઈરાદાથી આગળ ધપવામાં મદદ કરી શકે છે, અમલીકરણના હેતુઓ ક્રિયાની સ્પષ્ટ યોજના રજૂ કરે છે, તમે જે આદત કેળવવા માંગો છો તે તમે કયારે અને ક્યાં ચલાવશો તે નકકી કરવામાં તેઓ તમને મદદ કરે છે. તમારે ગિટાર વગાડતાં શીખવું છે તો તમે આ અઠવાડિયે ક્યારેક ગિટાર પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છો. એવું કહેવાને બદલે તમારી જાતને કહો, સોમવાર, બુધવાર અને શુક્રવારે ઉઠીને તરત જ હું ગિટાર લઈને પ્રેક્ટિસ કરીશ, એક કલાક માટે" તમારા ગિટારને રૂમની મધ્યમાં મૂકવાનું ભૂલતા નહીં, ' અમલીકરણનો ઈરાદો બનાવીને, તમે તમારી જાતને ચોકકસ યોજના અને ચોકકસ સંકેત બંને આપશો, તે તમને નવાઈકારક લાગશે કે સકારાત્મક આદત બનાવવાનું કેટલું સરળ બની જાય છે. સારી આદતો ઘણી બધી ઇચ્છાશકિત અને શિસ્ત માંગી લે છે. થોર્નડાઈક પોતાના દર્દીઓના આહાર / નાસ્તાની આદતો સુધારવા માટે માત્ર હોસ્પિટલના કાફેટેરિયાની ગોઠવણ સુધારી આશ્ચર્યજનક પરિણામએઆવ્યું કે સોડાના વેચાણમાં ૧૧ ટકાનો ઘટાડો થયો અને પાણીના વેચાણમાં ૨૫૪નો વધારો થયો. ડો. એનીએ વાતાવરણમાં ફેરફાર કરીને દર્દીઓને સારી આદતો કેળવી. તમારા વાતાવરણમાં ફેરફાર કરવાથી વધુ સારી ટેવો અપનાવવામાં મદદ મળી શકે છે અહીં વાતાવરણ એટલે આસપાસનો માહોલ. તદુપરાંત આદતોને આર્કષક બનાવવાથી પણ તેમને વળગી રહેવામાં મદદ થાય છે. ૧૯૫૪માં ન્યુરોસાયન્ટિસ્ટ જેમ્સ ઓલ્ડસ અને પીટર મિલ્નરે સાબિત કર્યું કે મગજમાં ઉત્પન્ન થતાં ડોપામાઈનને કારણે ઇચ્છાશક્તિનો ઉદ્દભવ થાય છે. ડોપામાઈન એક નિર્ણાયક પ્રેરક છે. મનગમતી ક્રિયાઓ કરતી વખતે ડોપામાઈન મુક્ત થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ આપણને ફરીથી અને ફરીથી લાભદાયી ક્રિયા કરવા પ્રેરે છે. આ વસ્તુ આપણે આપણા ફાયદામાં ફેરવી શકીએ છીએ. આપણી નવી આદત બનાવતી વખતે જો આપણે તેને કંઈક એવું બનાવીએ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તો આપણે તેને અનુસરી અને વાસ્તવમાં સારી આદત બનાવી શકશું. ફક્ત બિનઆકર્ષક પરંતુ મહત્ત્વપૂર્ણ કાર્યોને આનંદપ્રદ બનાવવાની રીત શોધો, અને તમે ડોપામાઈનની લહેર પર સર્ફિંગ કરશો અને તે જ સમયે સારી આદતો વધુ મજબૂત બનશે. વધુમાં જેમ્સ કિલયરના મતે જો તમે કોઈ નવી આદતો બાંધવા માગતા હોય તો તે આદતોને શક્ય એટલી સરળ રીતે અપનાવો, સરળ વર્તન આપણા જીવનમાં પ્રભુત્વ ધરાવે છે. ઇચ્છિત વર્તણૂંકોને શક્ય એટલી સરળ બનાવીને તેમને આદતમાં ફેરવવાની શ્રેષ્ઠ તક ઊભી કરો.લાંબા ગાળે આ તકને સરળ બનાવવા માટેની યુક્તિ એ છે જેને ટુ–મિનિટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધાંત એ છે કે કોઈપણ વર્તનને એક આદતમાં ફેરવી શકાય જે બે મિનિટનો સમય લે છે. બે મિનિટનો નિયમ એ સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવી ટેવો બનાવવાનો એક માર્ગ છે. નાની સિદ્ધિઓ જે તમને મોટી વસ્તુઓ તરફ દોરી શકે છે. એક વાર તમે તમારા શુઝ પહેરી લો આપોઆપ દોડવા નીકળી જશો. એકવાર બે પાનાં વાંચી લો પછી તમે તે ચાલુ રાખશો, ફક્ત પ્રારંભ કરવો એ કંઈક કરવા તરફનું પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે. અસરકારક વર્તન પરિવર્તન માટે તમારી આદતોને સંતોષકારક બનાવવી જરૂરી છે. સારી ટેવો, આદતો નિઃશંકપણે પરિવર્તનને આમંત્રણ આપે છે. આદતો સંતોષકારક હોવી જરૂરી છે. આપણું મગજ તાત્કાલિક વળતરના વાતાવરણનો સામનો કરવા માટે વિકસિત થયું છે. પરંતુ વાસ્તવમાં આવું થતું નથી આપણે મહિનો નોકરી કરીએ છીએ અને પગાર ત્યારબાદ મળે છે. ઘણા દિવસો કસરત કર્યા બાદ શરીર ઉતરે છે. તાત્કાલિક વળતર પરનું ધ્યાન ખરાબ ટેવોને પ્રોત્સાહિત કરી શકે છે. સિગારેટની ટેવ તમે તમારા તણાવ અને નિકોટીનની તૃષ્ણા દૂર કરે છે. પરંતુ લાંબે ગાળે ફેફસાંના કેન્સરને આમંત્રે છે. વિલંબિત વળતરનું શ્રેષ્ઠ ઉદાહરણ કરકસર કરીને લાંબાગાળે મૂડીનું સર્જન કરવું તે છે. આપણે આપણી આદતોને ગમે તેટલી સંતોષકારક અને આનંદદાયક બનાવીએ તો પણ આપણે તેને જાળવી રાખવામાં નિષ્ફળ જઈ શકીએ છીએ. તમેતમારા સારા ઈરાદાઓને વળગી રહેવા માટે આદત ‘ટ્રેકિંગ' કરી શકોછો. ઇતિહાસમાં ઘણા લોકો આદતોનો રેકોર્ડ રાખીને સફળ થયાં છે. દા.ત. બેન્જામિન ફ્રેંકલીન તેમણે ૧૩ વ્યક્તિગત ટેવોની યાદી પોતાની નોટબુકમાં લખી રાખેલ હતી અને તેનું તેઓ પાલન કરતાં હતાં. તમે પણ આ આદત વિકસાવી શકો છો. આદત ટ્રેકિંગ એક આકર્ષક અને સંતોષકારક આદત છે. તમને તમારા કાર્યમાં પ્રેરિત કરશે, કોઈક સારી આદત વિકસાવવા તમો તમારા મિત્ર પત્ની કે સગાંસબંધી સાથે દંડ કે ભેટ યોજના ચાલુ કરી તેનો નિશ્ચિતપણે અમલ કરશો તો હકારાત્મક પરિણામ મળશ તેમાં બે મત નથી, સકારાત્મક આદતને વળગી રહેવું, ગમે તેટલું નાનું હોય, જીવનમાં મોટી વસ્તુઓ હાંસલ કરવાની ખાતરીપૂર્વકની રીત છે. આજ ટેક્નિકનો ઉપયોગ કરી ઉદ્યોગ સાહસિક બાયન હેરિસે પોતાનું ૨૦૦ પાઉન્ડ વજન ઘટાડ્યું હતું. અંતમાં સુક્ષ્મ આદતો વિશે કહી શકાય કે તમારા વર્તનમાં એક નાનકડો ફેરફાર તમારા જીવનમાં રાતોરાત પરિવર્તન નહીં લાવે પરંતુ તે ભવિષ્યમાં સંપૂર્ણપણે મોટા ફેરફારો તરફ દોરી શકે છે. નવી વર્તણૂંકો રજૂ કરવા માટે ટેવ ટ્રેકિંગનો ઉપયોગ કરો, ટૂંકમાં સુક્ષ્મ આદતો શું કહે છે? તમે ટેવ મશીન છે. તમારી આદતોની ગુણવત્તાએ તમારા જીવનની ગુણવતા છે. સુસંગતતા તીવ્રતા કરતાં વધુ સારી છે. ઇચ્છાશક્તિ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ તમારા પર્યાવરણનું દ્રવિક કરવું વધુસ્માર્ટ છે. ટેવ બનાવવી એ સમયની વાત નથી તે પુનરાવર્તન વિશે છે. આદતોને વળગી રહેવા માટે તેને સ્પષ્ટ બનાવો, તેને આકર્ષક બનાવો તેને સરળ અને સંતોષકારક બનાવો. ખરાબ ટેવો છોડવા માટે અગાઉની સલાહ કરતાં વિપરિત કરો, રોજિંદા સુધારાઓ કરવાથી આખરે સફળતા મળે છે. 'એટોમિક હેબિટ્સ' જેમ્સ કિલયર દ્વારા લખાયેલ બેસ્ટ સેલિંગ પુસ્તક છે. પુસ્તકમાં સુક્ષ્મ ટેવો આદતો તમારા જીવનમાં કેવી રીતે હકારાત્મક પરિણામ લાવી શકે તેનું ઉદાહરણ સહ નિરૂપણ કરવમાં આવ્યું છે. સકારાત્મક અભિગમ, નાની–નાની બાબતોની માવજત, પર્યાવરણની શક્તિ, આદત વગેરે માનવીના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન લાવે છે. તેની સમજ આ પુસ્તકમાં સરસ રીતે આલેખાયેલ છે. પુસ્તકમાં તાત્કાલિક પરિણામોને બદલે સતત પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમ્સ ક્લિયર દ્વારા સકારાત્મક બાબતો બનાવવા અને નકારાત્મક બાબતોને તોડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

અવતરણો:

જેમ્સ કિલયરના પુસ્તકનાં કેટલાંક અવતરણો"

  • તમે તમારા ધ્યેયના સ્તરે વધતા નથી. તમે તમારી સિસ્ટમના સ્તરે આવો છો."
  • "તમે કરો છો એ દરેક ક્રિયા એ વ્યકિતના પ્રકાર માટેનો મત છે જે તમે બનવા માગો છો".
  • "આપણા જીવનની ગુણવત્તા આપણી આદતોની ગુણવત્તા પર આધારરાખે છે.
  • "તમારે તમારા પર્યાવરણનો ભોગ બનવાની જરૂર નથી તમે તેના આર્કિટેકટ પણ બની શકો છો"
  • "તમારી આદતો બદલવાની સૌથી અસરકારક રીત એ છે કે તમે શું પ્રાપ્ત કરવા માગો છો તેના પર નહીં પરંતુ તમે કોણ બનવા માગો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો."
  • "વિજેતા અને હારનારાઓ વચ્ચેના તફાવત તાકાતની હાજરી નથી પણખંતની હાજરી છે."
  • "આદતો આપણા જીવનના અણુઓ જેવી છે. દરેક એક મૂળભૂત એકમ છે જે એકંદર સુધારણામાં ફાળો આપે છે.
  • "આંતરિક પ્રેરણાનું અંતિમ સ્વરૂપ એ છે કે જ્યારે કોઈ આદત તમારી ઓળખનો ભાગ બની જાય છે.”
  • "તમે પ્રેરણાને કારણે આદત શરૂ કરી શકોછો જે અંતે તમારી ઓળખનો ભાગ બની જાય છે.


ટૂંકમાં એટલું જ કહેવાનું કે સુક્ષ્મ આદતો તમારા જીવનને પ્રેરણાત્મક બનાવવામાં મદદરૂપ બનશે.