Page:Good quality Kalelkar vol 1.pdf/1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
This page has not been proofread

________________

૩૦. રાઢીની ધારે

બાદરુના ગામથી ધરાસુ સુધીનો રસ્તો કેમે કર્યો ધ્યાનમાં આવતો નથી. બાદ અને કરાસિંગની મહેમાની સ્વીકારી ન હતી ત્યાં સુધી એમનો અમારો સંબંધ શેઠ-નોકર જેવો હતો. એમના ઘરનું ઘીદૂધ ચાખ્યા પછી અને એમના આંગણામાં રાતવાસો કર્યા પછી અમારી વચ્ચે સમાનભાવ જાગ્યો. આરામના દિવસની ખીચડી અને રોજના ચણાચબીના(ઘઉંની ધાણી)ની રકઝક કરવાનું હવે પછી એમને કદી ન સૂઝયું. અમે પણ એમની સાથે વધારે વાતો કરવા લાગ્યા, એમણે કયારે અને શું ખાધુંપીધું એની તપાસ રાખતા થયા, અને અમારાં હૃદયો કંઈક વધારે નજીક આવવા લાગ્યાં. આ પરિચયને લીધે એમણે અમારી સેવા ઓછી કરી એવું તો બિલકુલ ન બન્યું. ઊલટું અમે વઢવાના નથી એ ખાતરીને લીધે પોતાની બુદ્ધિ વાપરી અમારી સગવડો શોધવા તરફ જ એમનું વલણ વધ્યું. નોકરો અને મજૂરો સાથે કડકાઈથી કામ લેવા કરતાં પ્રેમ અને સદ્ભાવથી કામ લેવાથી કામ સુધરે છે, સેવા વધારે મળે છે. પણ એથીયે વિશેષ લાભ તો એ છે કે, નોકરોની ગભરાયેલી બુદ્ધિને આશ્વાસન મળવાથી તે વધારે ખીલે છે અને નોકર પણ બુદ્ધિમાન પ્રાણી બને છે.

ધરાસુમાં રાત્રે મજૂરો વચ્ચે ખૂબ ચર્ચા ચાલતી હતી. બંગાળ તરફનો કોઈ મોટો જમીનદાર ત્યાં પડાવ નાખીને પડયો હતો. એ રાજાના મુનીમ અને મજૂરો વચ્ચે ખૂબ રકઝક ચાલતી હતી. કલાકો સુધી શાંતિનું નામ ન મળે. મને કંઈક સ્મરણ છે કે અહીં જ અમને કેટલાક ગુજરાતી યાત્રાળુઓ મળ્યા. સ્વામીએ એમની સાથે વાતો કરી. એ લોકો આગળ જતાં અમને ગંગોત્રીમાં મળ્યા હતા. અને ત્યાં મારે એમના રસોઇયાને ખાવાના ધાર્મિક નિયમોને અંગે કાંઈક ચુકાદો આપવો પડયો હતો.

ધરાસુથી જમનોત્રી જવાનો રસ્તો ફંટાય છે. અહીં સુધી જમનોત્રી જવું કે ન જવું એ વિશે અમારો નિશ્ચય થયો ન હતો. આખરે નક્કી થયું કે જવું. એ મજૂરો સાથે વધારે મજૂરીનો કરાર અહીં જ કર્યો અને અમે ચાલ્યા. કૈરાસિંગ કહે, ‘અમે જમનોત્રીના પ્રદેશમાં ભાગ્યે જ જઈએ છીએ. આ રાઢી પહાડની પેલી પારનો મુલક સારો નથી. ત્યાં જોખમ ખૂબ છે.'

પહાડી લોકોની મનોદશાનું આ સૂચક છે. મોટો પહાડ આડે આવ્યો એટલે ત્યાં દુનિયાનો અંત આવી ગયો. પહાડ ઓળંગવો એમને માટે રમતવાત છે. પણ પેલી પારની દુનિયા જુદી અને આપણી જુદી; એ લોકો જુદા, આપણે જુદા; ૧૧૪