ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રેણુકા પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 10: Line 10:
'''‘ધોધમાર’ (ઈ.૨૦૦૯):'''
'''‘ધોધમાર’ (ઈ.૨૦૦૯):'''
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Dhodhamar.jpg|200px]]   
[[File:Dhodhamar.jpg|200px|left]]   
‘ધોધમાર’ (ઈ.૨૦૦૯) વાર્તાસંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ (કુલ પૃષ્ઠ સંખ્યા ૧૧૨) છે. શ્રી બી.કે મજુમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત બાવીસમા મણકારૂપે આ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયો છે. આ વાર્તાસંગ્રહ તેમણે પોતાના બાળકો ખંજન અને સખીને અર્પણ કર્યો છે. તેની પ્રસ્તાવનામાં તેઓ પોતાની સર્જન યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે લખે છે કે, ‘દિલ્હીપ્રેસ’ દ્વારા પ્રગટ થતાં ‘સરિતા’ સામયિકના પાનાં ફેરવતાં ફેરવતાં એક વખત વાર્તાસ્પર્ધા વિશે જાણવા મળ્યું. એ જ દિવસે રાતે અઢી વાગ્યા સુધી જાગી એક વાર્તા લખી – ‘એક કમલી કી મૌત’. બીજા દિવસે તેને મઠારીને મોકલી આપી. એ વાર્તા છપાઈ અને પુરસ્કૃત થવામાં પણ સફળ રહી. એમને લાગ્યું કે ‘અરે! હું પણ લખી શકું છું!’ આમ તેમની વાર્તાયાત્રાનો આરંભ થયો. જે હિન્દીથી ફંટાઈને ગુજરાતી તરફ વળ્યો.  પ્રસ્તાવનામાં જ તેઓ આગળ એ વાત ભારપૂર્વક નોંધે છે કે તેમની મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી કેન્દ્રસ્થાને છે.

‘મારી મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી કેન્દ્રસ્થાને રહી છે. એનું એક કારણ એ હશે કે સ્ત્રી છું. એટલે સ્ત્રીની સંવેદનાને સહજતાથી સ્પર્શી શકું છું અથવા તો બીજું કારણ એ પણ હોય કે સ્ત્રીની સંવેદનાનું જગત વિશાળ છે. એના બધાય સંબંધો લાગણીના સેતુ વડે સંધાયેલા-સંબંધાયેલા હોય છે. જો એકાદ જગાએ પણ છીંડું પડે તો હૃદય ઘવાય છે...’સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’ એ વાત કંઈક અંશે સાચી હશે, તોપણ એક સ્ત્રીનું હૃદય બીજી સ્ત્રીના હૃદયનું પ્રતિબિંબ જેટલું સરળ અને સચોટ રીતે ઝીલી લે છે. એટલી સરળતાથી એ સ્ત્રીના પ્રેમમાં પડેલો પુરુષ પણ ઝીલી શકતો નથી.’

Line 49: Line 49:
'''‘વેન્ટિલેટર’ (ઈ.૨૦૧૨):'''
'''‘વેન્ટિલેટર’ (ઈ.૨૦૧૨):'''
{{Poem2Open}}
{{Poem2Open}}
[[File:Ventilator.jpg|200px]]   
[[File:Ventilator.jpg|200px|left]]   
બીજો વાર્તાસંગ્રહ ‘વેન્ટિલેટર’ ઈ.૨૦૧૨માં પ્રગટ થયો. તેમાં કુલ સત્તર વાર્તાઓ (કુલ પૃષ્ઠ સંખ્યા ૧૯૨) છે. આ વાર્તાસંગ્રહ તેમણે તેમના પતિ હિતેશને અર્પણ કર્યો છે. આ સંગ્રહના નિવેદનમાં રેણુકા પટેલ કેટલીક અગત્યની બાબતો પોતાના લેખન સંદર્ભે નોંધે છે.

‘હું જાણું છું... હજી મારે ઘણું શીખવાનું છે. શીખી રહી છું. મારી જાતની પરીક્ષા જાતે લઈ રહી છું. અને મારા માપદંડોમાં સુધારાવધારા પણ કરી રહી છું. એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે લેખન એ મારા માટે જરૂરી બની ગયું છે, જેમ જીવન જીવવા માટે એક શ્વાસ પછી બીજો શ્વાસ લેવો પડે છે, બરાબર એમ જ… હું જાણું છું સ્ત્રીને...બરાબર ઓળખું છું... કારણ કે હું એવી હજારો-લાખો સ્ત્રીઓથી ઘેરાયેલી છું કે જે આર્થિક, સામાજિક, શારીરિક, કૌટુંબિક એવી કેટલાય પડકારો ઉપાડીને અથવા તો પડકારોને પછાડીને અડીખમ ઊભી છે. મારા ઘેર રોજ સવારે આવતી શાકવાળીથી લઈને કોર્પોરેટ જગતમાં ઊંચા સ્થાને બિરાજેલી કોઈ એક સ્ત્રીની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક એકબીજાને સ્પર્શે છે. બંને સ્ત્રીઓ તેમની બૌદ્ધિક કે આર્થિક અસમાનતાને બાદ કરતાં લગભગ એક જ વેવલેન્થ પર જીવે છે. કારણ કે ન તો સ્ત્રી પ્રેમ કરવાનું છોડી શકે છે અને ન તો સાચી સાબિત થઈ શકે છે. સ્ત્રીને સાચા સાબિત થવુંય નથી...આવી જ પ્રેમભરી ભૂલો કરવી છે, કરતાં રહેવી છે. સ્ત્રી આવી જ છે અને આવી જ રહેશે. આને શું કહીશું? સ્ત્રીહઠ જ ને?’

Navigation menu