માણસાઈના દીવા/નમું નમું તસ્કરના પતિને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નમું નમું તસ્કરના પતિને|}} {{Poem2Open}} મુખીનો કોણ જાણે શો દી ફર્ય...")
 
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 23: Line 23:
બાકીના પાંચ આ કામમાં છો નિર્દોષ રહ્યા પણ તેથી શું થઈ ગયું! તેઓ પાટણવાડિયા હતા ચોરી-લૂંટોના કરનારા હતા.

વડદલાના પાટીદારોએ આ સજાના સુનાવણી-દિને જાહેર ઉત્સવ કર્યો.

[૨]
 
<center>'''[૨]'''</center>
 
…ભાઈએ જ્યારે સાંભળ્યું કે જેલમાંથી છૂટી આવેલા રવિશંકર મહારાજે વડદલામાં આવીને આ સાત કેદીઓનો મામલો હાથમાં લીધો છે, અને વરિષ્ઠ અદાલતમાં ‘અપીલ' કરાવવા તજવીજ ચલાવી છે, ત્યારે એના રોષનો પાર રહ્યો નહીં. મહારાજને પોતાના ઘેર બોલાવીને એણે દમ ભિડાવ્યો કે, “કોળાંને હજુ બહેકાવવા નીકળ્યા છો શું?”

મહારાજ કહે કે “…ભાઈ! શું એ ફાંસીએ જવા બેઠેલાનાં નિરાધાર બૈરાં-છોકરાંને દાણા પણ ન પહોંચાડું? એણે શો અપરાધ કર્યો છે?”

Line 34: Line 38:
“પણ આ સાત જણા બીજા ગુના તો કરનારા જ છે.”

“એ આપણે જોવાનું નથી. આ કિસ્સામાં જો તેઓ નિર્દોષ હોય તો તેમને છોડાવવા તે આપણો ધર્મ છે. તમે જાઓ, તજવીજ કરો. જરૂર પડશે તો હું છેલ્લે મહારાજા ગાયકવાડ પર દયા-યાચનાનો કાગળ લખીશ.”

[૩]
 
<center>'''[૩]'''</center>
 
“અલ્યા ઓ બામણા!”
“અલ્યા ઓ બામણા!”
સ્ટેશન બહાર ઊભેલા રવિશંકર મહારાજે પોતાની પાછળ આવો અવાજ આવતાં પછવાડે જોયું : થોડે દૂર એક હથિયારધારી ઘોડેસવાર કરડી મુખમુદ્રા કરીને ઊંચા ઘોડા પર બેઠો હતો. સાથે બે ચકચકિત ધારિયાવાળા અંગરક્ષકો હતા. ‘આ તે …ભાઈ! એ શું મને બોલાવે છે? આવા શબ્દે!' મહારાજને આશ્ચર્ય થયું. ત્યાં તો ઘોડેસવાર …ભાઈએ આજ્ઞા કરી : “અહીં આવ, અહીં.”

Line 47: Line 55:
બીજા અનેક સારા સારા લોકોએ કહ્યું : “તમે! — તમે, મહારાજ, કેમ આમાં પડો છો? નીકળી જાવ. આ તો કોંગ્રેસશત્રુ પાટણવાડિયા છે, નત્યના ચોર-ડાકુ છે, આવું ભયંકર ખૂન કરનારા છે. એને બચાવવા શીદ ફરો છો?”

મહારાજ જવાબ દેતા કે “તમારા કોઈ સ્વજન પર આવું સંકટ આવ્યું હોત અને એને આવી સજા થઈ હોત, તો તમે એને છોડાવવા જાત કે નહીં? તેમ આ પણ ગમે તેવાં તોય મારાં સ્વજનો છે. હું એમનો બચાવ કર્યા વિના રહી ન શકું.”

[૪]
 
<center>'''[૪]'''</center>
 
વરિષ્ઠ અદાલતમાં ‘અપીલ ચાલવાનો દિવસ ધીરે ધીરે નજીક આવતો હતો. વકીલો રોકવામાં આવ્યા હતા. બચાવના મુદ્દા પકડાતા હતા. વડોદરાના વકીલ-મંડળમાં આ નિર્દોષ પર રચાયેલું કૌભાંડ જબરું મંથન જગાવી રહ્યું હતું. તે વખતે ગુજરાતમાં બેઠા બેઠા મહાત્માજી લડત વખતની ખાલસા થયેલી જમીન પાછી મેળવવા પ્રયત્ન કરતા હતા. સરકાર પાસેથી એ જમીનો રાખી લેનારાઓની નામાવલિમાં એક નામ નજરે ચડ્યું : વડદલાનો પાટણવાડિયો વાઘલો. મહાદેવભાઈએ પૂછ્યું : “આ શું એ જ વાઘલો કે જેને ફાંસીની ટીપ પડી છે?”

“હા, એ જ.”
“હા, એ જ.”
Line 60: Line 72:
“વાઘલા!" મહારાજ માંડ બોલી શક્યા : “હું કહીશ ને એ આલશે આશિષો…”

વધુ વાર મહારાજથી ત્યાં ન ઊભાયું, એમની પીઠ ફરી એટલે, ડૂબેલી નાવ પર પાણી ફરી વળે તેમ, ફાંસી-ખોલીની અંધારીનાં બારણાં બિડાઈ ગયાં.

[૫]
 
<center>'''[૫]'''</center>
 
વડોદરાની વરિષ્ઠ અદાલતમાં અંતિમ નિર્ણયનો દિવસ ઊગ્યો. વકીલો સાથે મહારાજ હાજર હતા અને મહારાજની સાથે કેદીઓનાં સગાંઓ વડદલેથી આવીને બેઠાં હતાં. સાતેય કેદીઓ કારાગૃહમાં હતાં. તેમનો બચાવ થઈ રહ્યો છે તેની તેમને ખબર નહોતી, ખેવના નહોતી, આશા નહોતી. ફાંસીની ટીપવાળો વાઘલો, કોઈ પણ પળે આ અંધારીનું બારણું ઊઘડશે અને મોતની અનંત અંધારીનાં કમાડ પાછળ પોતે ધકેલાઈ જશે તેની રાહ જોતો, કોઈનાંયે પગલાં પ્રત્યે કાન માંડી બેઠો હતો.

અદાલતમાં સાંજ પડી. દલીલો પૂરી થઈ ગઈ. ન્યાયકર્તાઓ ઊઠીને ‘ચૅમ્બર'માં ચાલ્યા ગયા. કેદીઓનાં સગાંઓ મહારાજની સામે મીટ માંડીને ઊભાં હતાં. મહારાજ ન્યાયમૂર્તિઓની ચૅમ્બર સામે આંખો ચોડીને ઊભા હતા, ક્ષણો પછી ઘડીઓ દોડતી હતી. ઘડિયાળના કાંટા સ્થિતપ્રજ્ઞોની અદાથી ચકરાવો લેતા હતા. ચૅમ્બર તરફથી કોઈ ફરક્યું નહીં.

Line 82: Line 98:
“લે, ભાઈ! વધુ તો કશું જ નથી.”
“લે, ભાઈ! વધુ તો કશું જ નથી.”
મહારાજનો એક-બે કાવડિયાંવાળો હાથ હવામાં લંબાયેલો રહ્યો, મોં વીલું રહ્યું : સાઈકલવાળો પેડલ મારીને ઝડપે જેલ તરફ ચાલી નીકળ્યો, ખસિયાણો હાથ ગજવામાં પાછો ગયો. બે પૈસા પાછા પડ્યા ને લજ્જિત પગ પાછા જેલ તરફ વળ્યા.

[૬]
 
<center>'''[૬]'''</center>
 
વળતા દિવસની બપોરની વેળાએ પાંચેક વર્ષનો એક બાળક વડદલા ગામના મારગ-કાંઠા પરના એક ખેતરમાં ઊભો હતો. એને ઘેર, વડોદરા જઈને કાકા વગેરે સવારે જ પાછા આવ્યા હતા, તેમણે માને કોણ જાણે શીયે વાત કરી તે એ બોર બોર જેવડાં આંસુડે રડી હતી. રુદનભર્યા ઘરમાં અકળાઈને બહાર નીકળ્યો હતો ત્યારે વળી કોઈએ એને કહ્યું હતું કે, ‘તારો બાપો તો અહ્વે નહીં આવવાનો! એને તો આજે સવારે ભગવાનને ઘેર લઈ ગયા હશે!' એવું એને ન ગમ્યું, તેથી એ ખેતરે આવ્યો હતો અને ઘણું કરીને તો, બાપો ભગવાનને ઘેર જતો જતો ગામ માથેના આભમાંથી નીકળશે, એ વિચારે વાટ જોતો ઊભો હતો. તે વખતે એણે મારગ પર પગરવ સાંભળ્યો. એની નજર ખેંચાઈ : આઠ જણા ચાલ્યા આવે છે. કોણ હશે? નજીક આવ્યા — નજીક… હજુ નજીક… વધુ નજીક ને છેક જ નજીક જોયા : ઓળખ્યા. એકને તો પૂરેપૂરો પ્ળખ્યો. ઓળખ્યો છતાં એ પાસે આવવાને બદલે ફાળભર્યો, આશ્ચર્યભર્યો, હર્ષભર્યો — કે શું જોયું તે સાચું હોઈ શકે નહીં એવી લાગણીભર્યો? — ગામ તરફ, ઘર તરફ, માની પાસે મૂઠીઓ વાળીને દોડ્યો — એક શ્વાસે દોડ્યો.

મહારાજ આશ્ચર્ય પામ્યા : “પેલો છોકરો કેમ આપણને દેખીને નાઠો હશે!”

Line 89: Line 109:
“શું છે તે?” મહારાજ બોલી ઊઠ્યા : “એવું શું પરાક્રમ કરીને આવ્યા છો, ‘લ્યા, તે અહીં જલસો કરવો છે? ખબરદાર – કોઈ બહાર નીકળ્યા છો તો! હું કહું છું તે એક જ ઠેકાણે સાતેએ ઘર બંધ કરીને બેસી રહેવાનું છે. જો ચાલ્યા છે મોટા ઉત્સવ કરવા!”

મહારાજને સમજ પડી ગઈ હતી : સાતેયને સાચીખોટી સજા પડી તે દિવસે પાટીદારોએ કંસાર રાંધ્યો હતો, તેનો યથાયોગ્ય બદલો પાટણવાડિયા આજે લેવા માગતા હતા! એ ન થવા દીધું. એ બહેકાટ દબાવી દીધો. બધાને એક ઘરમાં બેસારી રાખ્યા.

[૭]
 
<center>'''[૭]'''</center>
 
“ચાલો સાતેય જણા મારી જોડે.”
“ચાલો સાતેય જણા મારી જોડે.”
“ક્યાં, મહારાજ?”
“ક્યાં, મહારાજ?”
Line 103: Line 127:
“…ભઈ!” મહારાજે કહ્યું : “મારો કાંઈ વાંક હોય તો હું તમારી માફી માગું છું ને આ બધા પણ માફી માગે છે.”

જવાબમાં …ભાઈએ હરફ તો ન કાઢ્યો, સામે પણ ન જોયું. થોડી વાર વાટ જોઈને આઠેય જણ નીચે ઊતરી ગયા.

[૮]
 
<center>'''[૮]'''</center>
 
તે પછી એક દિવસ મહીસાગર-કાંઠાનાં કોતરોમાં રવિશંકર મહારાજ એકલા ચાલ્યા જતા હતા. એમાં છેટેથી બૂમો સંભળાઈ : “એ ઊભા રહો, ઊભા રહો.”

બે આદમી દોડ્યા આવે છે. મહારાજ થંભ્યા. બે હથિયારબંધ પાટણવાડિયા આવી પહોંચ્યા. એમાંથી એકે પોતાના માથા પરથી ફાળિયું ભોંય પર નાખ્યું, ને મહારાજને કહ્યું : “મહારાજ, આના પર બેસો.”

Line 118: Line 146:
“લે બેસ, બેસ! ડોકું ઉડાવવાવાળો ના જોયો હોય તો! મને ગાળો ભાંડે તેમાં તારું શું ગયું? છો ભાંડતો. ને તું તો માથે ગુનો લઈને ભમી રહ્યો છે! તું ક્યાં મારી પાસે રજૂ થયો છે! જા, જા, ગાંડિયા! એવું કંઈ કરવાનું નથી.”

પછી મહારાજ વડદલે …ભાઈ પાસે ગયા ને કહ્યું :

“…ભઈ![૧] એક જ વાત કહેવા આવ્યો છું : એકાંતે તું મને ભાંડવી હોય એટલી ગાળો ભાંડી લે; હું એક શબ્દ પણ નહીં બોલું, પણ ભલો થઈને તું મને બહાર ગાળો ન દેતો. આ પાટણવાડિયા ઉશ્કેરાય છે, ને વખતે તને ઈજા કરી બેસશે.”
“…ભઈ!<ref> આ …ભાઈ અત્યારે હયાત નથી. </ref> એક જ વાત કહેવા આવ્યો છું : એકાંતે તું મને ભાંડવી હોય એટલી ગાળો ભાંડી લે; હું એક શબ્દ પણ નહીં બોલું, પણ ભલો થઈને તું મને બહાર ગાળો ન દેતો. આ પાટણવાડિયા ઉશ્કેરાય છે, ને વખતે તને ઈજા કરી બેસશે.”
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = ‘મારાં સ્વજનો’
|next = ‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો!’
}}
 
૧. આ …ભાઈ અત્યારે હયાત નથી.
-----------------------------
{{Poem2Close}}
26,604

edits

Navigation menu