User:Meghdhanu/sandbox/Sample formatting
પ્રેમનાં અમૃત-બીજ
(આ સંગ્રહના અંગ્રેજી અનુવાદ “ઇમ્મોર્ટલ ફેસ ઓંફ અમેરિકા'ની પ્રસ્તાવના)
આ પુસ્તકમાં, વાચકને સાંપડશે એક સાનંદ અને સમાદરનો સ્વર, સ્વપ્ન.' ગત અર્ધી સદીથી, સમભાષી ગુજરાતીઓના કવિ શ્રી મકરન્દ દવેની ગુલાલ-રંગી હસ્તી છે. પશ્ચિમ ભારતના ગુજરાતમાં એમનું નામ સર્વત્ર જાણીતું છે- એમનાં ઘણાં પુસ્તકો, કાવ્યસંગ્રહો અને પાશ્ચાત્ય સાહિત્યના શ્રેષ્ઠ ભાષાંતરોને અંગે. એમની ભારત બહારની પ્રથમ દીર્ધ યાત્રા અને અમેરિકાની પ્રથમ મુલાકાત (૧૯૮૯) દરમિયાન આ પુસ્તકનાં કાવ્યો રચાયાં છે. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર અને સંપાદિકા ઇશા-કુન્દનિકા, મકરન્દભાઈનાં પત્ની, આ પ્રવાસમાં એમની સાથે હતાં. જાણે પ્રથમ વાર જ નેત્ર ઉન્મિલિત થતાં હોય તેવી તીવ્રતાથી કવિએ ચોમેરનું નવું વિશ્વ નિહાળ્યું છે. એમનાં પ્રવાસ, સ્વપ્ન અને અનુભૂતિની ફલશ્રુતિ આ કાવ્યસંગ્રહ છે. આ કાવ્યો એની યાતાયાતમાં એટલાં વિશ્વવ્યાપી અને છે કે આ સર્જન જાણે ભાષાંતર માટે તલસતું હતું. ચિત્રકાર અને કવિના પ્રિય મિત્ર “મકરન્દભાઈ'નાં કાવ્યોનું આ પ્રથમ અંગ્રેજી ભાષાંતર કર્યું. “અમેરિકાનો ચિરંતન ચહેરો-પ્રેમનાં શાશ્વત બીજ'-નાં આ કાવ્યો ભારતીય-અમેરિકન જેવી હાઇફન વડે જોડતી કડી જેવાં નથી પણ એમાં ભારત અને અમેરિકાનું અસાધારણ સંયોજન છે. આ કાવ્યો ભારતીય વિશ્વ-દૃષ્ટિકોણથી તરબતર છે. કવિએ જે કાંઇ આસ્વાદ્યું કે આલેખ્યું તે આ રસથી સીંચિત છે. પ્રથમ કાવ્યમાં જ સેન્ટ પેટ્રિકને, વિષ્ણુની વિભૂતિની પંક્તિમાં સ્થાપ્યા છે. અહીં પાને-પાને, ભારતીય પુરાતન સાહિત્ય અને પુરાણોના ઉદ્બોધક ઇંગિતો સતત જોવા મળશે. વાચકને નાયગરાના પ્રપાતમાં શિવનાં અને દક્ષિણ કેલિફોર્નિયામાં હિમાલયની ખીણનાં દર્શન થશે. ભારતના શ્રેષ્ઠ મહાકાવ્ય મહાભારતમાં ઉચ્ચારિત ઇંગિતો અહીં નજરે ચડેલી નક્કર ઘટનામાં વણાઈ ગયાં છે. કવિ વિમાનમાંથી પ્રશાન્ત ocean’ દરિયો) નિહાળે છે ત્યારે સ્વ-રચિત રૂપક નથી યોજતા, પરંતુ આદિજળનું મંથન કરી સૃષ્ટિ રચતા વિશ્વસર્જનહાર વિષ્ણુના ક્ષીરસાગરના નિર્દેશથી કાવ્યાત્મક ભારતીય કલ્પન સર્જે છે. કવિ અમેરિકાને અનુભવે છે, પરંતુ ભારતીય પૌરાણિક સર્જનની આત્મસાત્ દૃષ્ટિથી. આ કાવ્યોમાં જે ભારતીયતા ઉભરાય છે તે કેવળ નિશ્ચિત સંદર્ભોને અંગે જ નથી. એમની અભિવ્યક્તિના અને ઘટનાઓ માટેની કરુણા પણ એમાં કારણભૂત છે. આ કાવ્યો આંશિક ભારતીય અને આંશિક અમેરિકન નથી. કાવ્યસંગ્રહ સંપૂર્ણ ભારતીય છેઃ એની દૃષ્ટિ અને ઊર્ષિમાં. “અમેરિકાનો ચિરંતન ચહેરો - પ્રેમનાં શાશ્વત બીજ' ભારતીય સંસ્કૃતિના શાસ્રભંડારનું એક રત્ન છે. પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની પરંપરા - પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા - ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે - જાણે વિમાનયુગનાં “હકલબેરી ફીન' કે “ધર્મ બમ્સ'. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી- ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા પ્રદૂષિત ધુમ્મસની, મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી “પૌરાણિક' પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ-પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને ?૫ [1] take the open road તો ખુલ્લે મારગ નીકળી પડું...' અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ - અમેરિકાનો પ્રકૃતિસૌદર્ય સાથેનો રોમાંચક પ્રેમ - અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ પરંતુ આ સંગ્રહ અમેરિકન પણ છે. અમેરિકાની જૂની પરંપરા - પૂર્વથી પશ્ચિમની ભૂમિયાત્રા - ને એના આત્માની ખોજ માટે તે અનુસરે છે - જાણે વિમાનયુગનાં “હકલબેરી ફીન' કે “ધર્મ બમ્સ'. અહીં આલેખાયાં છેઃ આફ્રિકનોની ગુલામી, રેડ ઇન્ડિયનોની આધ્યાત્મિકતા અને ધોળાં માનવીઓને હાથે એમની કત્લેઆમ, કેલિફોર્નિયાની મરુભૂમિ, એટલાન્ટિક કિનારે શિશિરપર્ણોનો હોળી- ઉત્સવ. અહીં વાસ છે વિમાનોના ઘસાયેલા પ્રદૂષિત ધુમ્મસની, મોટરોની અને નગરના પરિસરની તૃણાચ્છાદિત ધરતીની. અમારી “પૌરાણિક' પરંપરામાં પણ અમેરિકન આત્મખોજ માટે સમગ્ર ખંડની પૂર્વ-પશ્ચિમ યાત્રા કરે છે. અમેરિકનોની જાત જ રખડુ અને શોધક છે. વોલ્ટ વ્હીટમેને ગાયું છે ને ?૫ take the open road તો ખુલ્લે મારગ નીકળી પડું...' અમેરિકન સાહિત્યનું આગવું લક્ષણ - અમેરિકાનો પ્રકૃતિસૌદર્ય સાથેનો રોમાંચક પ્રેમ - અહીં નીતરે છે. લેક તાહો પર કવિએ ગાયું છેઃ
જ્યાં જ્યાં ફરે
ત્યાં ત્યાં ઠરે
વિસ્મય થકી વિસ્મય મહીં સરતી નિગાહો
“અમેરિકાનો ચિરંતન ચહેરો' એ નવી દુનિયાનું સાહિત્ય છે; એક વિશ્વસંસ્કૃતિનું તથા રાષ્ટ્રની જૂની સીમાઓ અને અસ્મિતા ભૂંસી નાખતી વિમાનયુગની પ્રક્રિયાનું ધોતક છે. પિછાણવાની કલાને અક્ષુણ્ણ રાખી તેનો નવી પરિસ્થિતિઓમાં કવિ વિનિયોગ કરે છે. એ સાંસ્કૃતિક સેળભેળની ઊપજ નથી પણ નૂતન માનવ-સર્જનની નિષ્પત્તિ છે. લોકપ્રિય ભારતીય પુસ્તકો, જે અંગ્રેજી ભાષાના વાચકો માટે અંગ્રેજીમાં લખાય છે, તેનાથી તદન ભિન્ન આ કાવ્યસંગ્રહ ભારતની ભાષાના ગહન-ગભીર ધરાના નિર્મળ નીરમાંથી ઉગમ પામે છે અને એમાં નવા વિશ્વને આત્મસાત્ કરતી ઊંડી પરખથી નિત્યનવ્ય કાવ્યતત્ત્વ ફૂટી નીકળે છે. સમકાલીન વાચકોને અપરિચિત લાગે એવી રીતે એવી પૌરાણિક અને લયમય અભિવ્યક્તિ વચ્ચે આ કાવ્યોની સહજ આવન-જાવન થાય છે. કવિની વિશ્વ માટેની કાળજીભરી ચિંતા અને આગવી વાણીનું અહીં પ્રાધાન્ય છે. આ કાવ્યસંગ્રહ આધુનિક એટલે કે કેવળ અંગત, વ્યક્તિ-વાદી કે સ્વ-રચ્યું-પચ્યું નથી. એ પરા-અર્વાચીન (0૦5 પણ નથી, અર્થાત્ અન્યોન્ય અંતર રચતું, આણવ કે ભીતરું નથી. “અમેરિકાનો ચિરંતન ચહેરો' નાં કાવ્યો વર્ણનાત્મક અને લયમય છે અને પૌરાણિક ક્ષિતિજોમાં વિસ્તરે છે. જાણે કે કવિની વ્યષ્ટિ-ચેતના, ધસમસતી ગંગાની જેમ, એમની અને સમષ્ટિ-ચેતનાના મહદ્ સત્યો વચ્ચે ઉભય-દિશાનો પ્રવાહ બની રહે છે. આ કાવ્યો સતત ભક્તિના ભાવમાંથી ઊગે છે. આ ભાવ ધાર્ષિક કે વિધિવિધાન પ
- ↑ Reference 1 abcd....xyz