અનુનય/નિવેદન


નિવેદન

સંગ્રહનાં મોટા ભાગનાં કાવ્યો ‘અંતરીક્ષ’(૧૯૭૫)ના પ્રકાશન પછીના ગાળામાં લખાયેલા છે. એમાંનાં કેટલાંક સામયિકો અને આકાશવાણી દ્વારા અગાઉ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. આ પ્રસંગે એ કૃતિઓને પ્રસિદ્ધિ આપનાર તંત્રી–સંપાદકોનો તથા આકાશવાણીનો આભાર માનું છું.

કાવ્યસંગ્રહના પ્રકાશન માટે આગ્રહ કરનાર, તેના પ્રકાશનની અંગત રસ લઈને વ્યવસ્થા કરનાર અને સંગ્રહને દ્યોતક પ્રવેશક આપનાર મિત્ર ડૉ. રમણલાલ જોશીનો આભાર તો માનું એટલો ઓછો છે. એમની માગણી-ઉઘરાણી વગર મારું આળસ ઊડ્યું ન હોત ને આ સંગ્રહ આટલો વહેલો પ્રગટ કરી શકાયો ન હોત. ‘અનુનય’નું પ્રકાશન ઉત્સાહથી હાથમાં લેવા બદલ કુમકુમ પ્રકાશનના શ્રી બાબુભાઈ જોષીનો પણ આભાર માનું છું.

૨૩, કદમ્બપલ્લી
નાનપુરા
સુરત-૩૯૫ ૦૦૧
૨૦-૩-૧૯૭૮
જયન્ત પાઠક