અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ધારાવસ્ત્ર
Jump to navigation
Jump to search
ધારાવસ્ત્ર
ઉમાશંકર જોશી
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૭)
આસ્વાદ: એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ — સુમન શાહ