અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગલ મન્દિર ખોલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મંગલ મન્દિર ખોલો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
         શિશુને ઉરમાં લો, લો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરંતર
         શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
         પ્રેમ-અમીરસ ઢોળો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)