આ પારે ગામડું ને એ પારે શે'ર વચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં દોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર એ રે પાણીની પોલ માંહે રે'તાં. ૧. આજે એ નીર પરે સેતુ બંધાય આજે તો પાણીમાં પત્થર તરતા. સતજુગમાં રામનામ કેરી દુવાઈ કળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.