કંકાવટી મંડળ 2/જાઈ રૂડી
Jump to navigation
Jump to search
જાઈ રૂડી
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
જાઈ રૂડી રે જાઈ રૂડી!
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌને ગમે
આંગણે રમે આઈ ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે?