કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૧. ચાલો ઊઠીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. ચાલો ઊઠીએ

Sun-tanned થયેલી બપોર
હવે સવારની મુગ્ધા રહી નથી.
વૃક્ષોનાં પર્ણોમાંથી આપણને જોતો
સૂર્ય પણ હવે કંટાળીને
વાદળાં પાછળ વિસામો લે છે.
આમતેમ ઊડતાં થાકેલાં પર્ણોને
સમીરે થાબડીને સુવાડી દીધાં છે.
પવનથી શ્વાસ લેતાં વૃક્ષો
હવે તૃપ્તિના ઓડકાર ખાય છે.
થોડોઘણો અવાજ સંભળાય છે એ તો છે
છબછબિયાં કરતા સૂર્યપ્રકાશનો
ને
પડછાયાના આડા પડવાનો.
ચાલો ઊઠીએ
કપડાં પર ચોંટેલું ઘાસ ખંખેરીને.


(વિદેશિની, પૃ. ૪૭)