ગુજરાતી ગઝલસંપદા/ ગિરીશ મકવાણા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મિનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દતારથી અર્થિગ થઈ શકે.

સ્કૂટરની બૅક્સીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

એનાલિસિસ ફૂલનું કરતા રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેર્લિંગ થઈ શકે?

ઓગાળી તારી યાદનો આઇસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.