ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નઠોર

નઠોર

મોહમ્મદ માંકડ

નઠોર (મોહમ્મદ માંકડ; ‘મોહમ્મદ માંકડ : કેટલીક વાર્તાઓ’, સં. અસ્મા માંકડ, ૧૯૯૬) ક્ષયગ્રસ્ત પિતાની સારવાર તથા ઘરખર્ચા માટે પૈસા મોકલતો મોટો દીકરો ચંદુ નોકરીમાંથી ધારી રજા લઈ શકતો નથી. નાનો બાબુ પિતાની સંભાળ રાખે છે. આ સ્થિતિમાં, પૈસાદાર પિતરાઈ મહેન્દ્ર પિતાના મૃત્યુ સમયે પણ ન પહોંચી શકેલા ચંદુ વિરુદ્ધ બાબુના કાન ભંભેરે છે અને સરળહૃદયી બાબુ ભરમાઈ જાય છે. સગા બે ભાઈ વચ્ચે અકારણ વૈમનસ્ય ઊભું કરાવતા ચોવટિયા અને રુગ્ણ સમાજનું અહીં પ્રતીતિકર નિરૂપણ થયું છે.
ર.