ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કક્ક સૂરિ-શિષ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કક્ક(સૂરિ)શિષ્ય - ૨ [ઈ.૧૫૭૦ સુધીમાં] : જૈન. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય. ૩૫૮/૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ’ (લે. ઈ.૧૫૭૦)ના કર્તા. આ કવિ કક્કસૂરિશિષ્ય કીર્તિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ૨. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]