ગુણપ્રભ : આ નામે ૭ કડીની ‘નવકાર-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) તથા ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]