ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય-૧


જયવિજય-૧ [ઈ.૧૫૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં આણંદવિમલનાશિષ્ય. ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો-૧૦, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[ર.ર.દ.]