ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનોદય સૂરિ-૧
Jump to navigation
Jump to search
જિનોદય(સૂરિ)-૧ [જ.ઈ.૧૩૧૯ - અવ. ઈ.૧૩૭૬/સં. ૧૪૩૨, ભાદરવા સુદ/વદ ૧૧] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિશિષ્ય. પાલણપુરના વતની. ગોત્ર માલ્હ. પિતા રુદ્રપાલ શાહ. માતા ધારલદેવી. મૂળ નામ સમર. ઈ.૧૩૨૬માં દીક્ષા. દીક્ષાનામ સોમપ્રભ. ઈ.૧૩૫૦માં વાચનાચાર્યની પદવી. અવસાન પાટણમાં. તેમણે ‘ત્રિવિક્રમ-રાસ’ (ર.ઈ.૧૩૫૯) રચેલ છે. સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈગૂકવિઓ : ૧,૨.[ચ.શે.]