ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભયખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભયખ [સં. ૧૭મી સદી] : સંભવત: તપગચ્છના જૈન. ૮૫ કડીની ‘પૂર્વદેશ ચત્યપરિપાટી’ (ર.સં. ૧૭મી સદી)ના કર્તા. અલવરના ભૈરુંશાહ એ સમયે તપગચ્છના ભક્ત થયા હતા તેથી આ કૃતિ તેમની હોવાની પણ સંભાવના છે. જુઓ ભૈરું શાહ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૩-‘પૂર્વદેશ ચૈત્યપરિપાટી’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]