ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવપ્રમોદ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવપ્રમોદ (ઉપાધ્યાય) [ઈ.૧૬૭૦માં હયાત-અવ. ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, મહા વદ ૫, ગુરુવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ભાવવિનયના શિષ્ય. વિદ્વત્તાને કારણે જિનચંદ્રસૂરિના પ્રિય. અનશન દ્વારા સમાધિપૂર્વક મૃત્યુ. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬; આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ-પ્રસ્તા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]