ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધુનિકતાભક્તિ


આધુનિકતાભક્તિ (Modernolatry) : એમિલ્યો મેરીનેત્તિએ આપેલી સંજ્ઞા. આધુનિકો આધુનિક જીવનનાં રૂપો અને તરીકાઓને રમકડાંની જેમ ચાહે છે અને કલાને પણ એક રમકડું સમજે છે. આધુનિકતાને સસ્તી અને બીભત્સ બનાવવાની ક્રિયાનો અહીં નિર્દેશ છે. એમાં આપણા સમયની નિર્જીવ વસ્તુઓ પરત્વેની અંધ આધુનિકતાભક્તિ પડેલી છે. ચં.ટો.