ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિકથા
Jump to navigation
Jump to search
નીતિકથા (Fable) : ગદ્ય અથવા પદ્યમાં રચાયેલી વ્યવહારના સિદ્ધાંતો સમજાવતી, નીતિનો મહિમા કરતી રૂપકાત્મક ટૂંકી કથા. નીતિકથાનું વિષયવસ્તુ સામાન્ય રીતે રોજિંદા જીવનના સામાન્ય વ્યવહાર કે આચાર પર પ્રકાશ પાડતું હોય છે. માનવીય પરિસ્થિતિ કે માનવવર્તનને રજૂ કરવા માટે આવી કથા પ્રાણીઓ, પંખીઓ કે નિર્જીવ પદાર્થોનો ઉપયોગ કરે છે. ઇસપની નીતિકથાઓ, પંચતંત્ર, હિતોપદેશ વગેરે જાણીતાં છે.
હ.ત્રિ.