ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેતિવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નેતિવાદ (Nihilism) : સ્થાપિત મૂલ્યોના સંપૂર્ણ અસ્વીકારનું વલણ દર્શાવતી આ વિચારધારા અશ્રદ્ધાવાદના અંતિમ દૃષ્ટિબિંદુનું સૂચન કરે છે. સત્ય અને શ્રદ્ધાના કોઈપણ આધારનો વિરોધ કરતો આ વાદ સાહિત્યમાં અસ્તિત્વવાદના સ્વરૂપમાં દાખલ થયો. આમ માનવઅસ્તિત્વની હેતુવિહીનતાની ચર્ચા કરતી ‘વેઇટિંગ ફૉર ગોદો’ જેવી સાહિત્યકૃતિઓ અસ્તિત્વમાં આવી. ચં.ટો.