ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માયાતુષ્ટિ, સુખભ્રાંતિ


માયાતુષ્ટિ, સુખભ્રાંતિ (Euphoria) : સત્ય કે વાસ્તવ ઉપર આધારિત ન હોય તેવા ભાવોદ્રેકની કે સુખસંતોષની સ્થિતિનું આ સંજ્ઞા સૂચન કરે છે. આ પ્રકારના જેમ્ઝ બેરી કે વિલ્યમ સરોયન જેવા લેખકોએ કઠોર વાસ્તવિકતાઓને અવગણીને પલાયનવાદ કે કલ્પનાનો આશ્રય લીધો છે. વૉલ્ટ વ્હિટમનની કેટલીક ઉદ્રેકપૂર્ણ કાવ્યરચનાઓ મૂળમાં જીવન અને મનુષ્યો પ્રત્યેનો એમનો માયાતુષ્ટિભર્યો પ્રેમ પડેલો છે. હ.ત્રિ.