ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માલાકાવ્ય


માલાકાવ્ય(Chain poem) : આ સંજ્ઞા ચોક્કસ પ્રકારની પ્રાસવ્યવસ્થાને નિર્દેશે છે; જેમાં પંક્તિનું અંતિમપદ પછીની પંક્તિના પ્રથમ પદ તરીકે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે. અને એમ પ્રાસ કે પુનરુક્તિ દ્વારા પંક્તિઓને સાંકળેલી હોય છે. પ્રત્યેક શ્લોકની અંતિમ પંક્તિ પછીના શ્લોકની પ્રથમ પંક્તિ તરીકે પુનરુક્ત થતી હોય એવો સંદર્ભ પણ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. ચં.ટો.