ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુદ્રા


મુદ્રા : સંસ્કૃત અલંકાર, અપ્પયદીક્ષિતે વર્ણવેલા આ અલંકારમાં પ્રકૃતાર્થ પદો દ્વારા અન્ય અર્થ સૂચિત થાય છે. જેમકે, तरुणी दृग्युग्मविपुला (બે લાંબી આંખોવાળી તરુણી)માં તરુણીનું ‘યુગ્મવિપુલા’ વિશેષણ, સાથે સાથે અનુષ્ટુપ છંદનો એક પ્રકાર ‘યુગ્મવિપુલા’ને પણ સૂચવે છે. પરંતુ શ્લેષની જેમ અહીં બંને અર્થ પ્રસ્તુત નથી; આ અલંકારમાં સૂચવાતો બીજો અર્થ અપ્રસ્તુત હોય છે. ચં.ટો.