ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયાવધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમયાવધિ/ગાળો(Duration) : સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું સ્વરમાન(pitch), ઉચ્ચસ્વરતા(loudness) અને ધ્વનિગુણ(quality) ઉપરાંતનું ચોથું લક્ષણ છે. કવિતામાં શબ્દ કે અક્ષરનો સમયાવધિ એટલેકે એમનું ધ્વન્યાત્મક સમયમૂલ્ય (phonetic time value) મહત્ત્વનું છે. આ પ્રકારના સમયાવધિ કાવ્યમાં કેટલીક સૂક્ષ્મ અસર ઊભી કરવામાં મદદ કરે છે. ચં.ટો.