ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ન્હાનાલાલ ચમનલાલ મહેતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ન્હાનાલાલ ચમનલાલ મહેતા, આઈ. સી. એસ.

એઓ જ્ઞાતે દશા પોરવાડ વણિક, અમદાવાદના રહીશ; અને એમનો જન્મ ગીરમથામાં સન ૧૮૯૨માં થયો હતો. એમના પિતાનું નામ ચમનલાલ છોટાલાલ અને માતુશ્રીનું નામ શ્રીમતી મોતી છે. એમનું લગ્ન શ્રીમતી શાન્તાબ્હેન સાથે થયું હતું. એઓ કેમ્બ્રીજ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે; બારિસ્ટર થયલા છે; તેમ આઇ. સી. એસ. ની પરીક્ષા પાસ કરી હતી. હાલમાં તેઓ ફત્તેહપુર સંયુક્ત પ્રાંતમાં–કલેકટરના ઓદ્ધાપર છે. તેઓ અભ્યાસ કરતા ત્યારથી કવિતા અને ગદ્યલેખો ‘વસન્ત’ વગેરે માસિકોમાં લખી મોકલતા. ચિત્રકળા એમનો ખાસ પ્રિય વિષય છે; અને એ વિષયપર એમણે બે સ્વતંત્ર ગ્રંથો Studies in Indian Painting and Gujarati Painting in the ૧૫th Century લખ્યા છે, જે એ વિષયપર પ્રમાણભૂત લેખાય છે અને વિદ્વદ્વર્ગ તરફથી તેની પ્રશંસા થયેલી છે. નજદિકમાં ‘ભારતીય ચિત્રકલા‘ એ નામનું પુસ્તક હિંદીમાં બહાર પડનાર છે. ગુજરાતમાં ચિત્રકળનો શોખ ઉત્પન્ન કરવા તેઓ ખાસ કાળજી લે છે અને ગુજરાતી ચિત્રકળાને ઉત્તેજન આપવા બનતો પ્રયત્ન કરે છે. ગુજરાતી સિવિલીયનોમાં એમની કીર્તિ બહોળી પ્રસરેલી છે; અને એક નિષ્ણાત હિન્દી કળાના અભ્યાસી અને વિવેચક તરીકે એમની ગણના થાય છે.

: : એમની કૃતિઓ : :

Studies in Indian Painting સન ૧૯૨૦
સોનેરી શીર (બંગાલી પરથી) રખાલદાસ બંદોપાધ્યાય  ”૧૯૧૯
Gujarati Painting in the ૧૫th Century  ”૧૯૨૦
ભારતીય ચિત્રકલા (હિંદી)  ”૧૯૩૩