ચૂંદડી ભાગ 1/53.વર તો બહુ રે હોંશીલો (વરઘોડામાં)
Jump to navigation
Jump to search
53
એ સમયે એની મૃગનયની બેઠી બેઠી વાટ જુએ છે :
વર તો બહુ રે હોંશીલો, વર બહુ રે ખંતીલો
એની મૃગનેની જુએ વાટ રે
નગારાં વાગે ધીમે ધીમે!
વર તો સોનીની શેરી વચ્ચે સાંચર્યો,
વરને ઊતરીયું વસાવતાં લાગી વાર રે
નગારાં વાગે ધીમે ધીમે!
વર તો માળીડાની શેરી વચ્ચે સાંચર્યો,
વરને ફૂલડાં વસાવતાં લાગી વાર રે
નગારાં વાગે ધીમે ધીમે!