છોળ/સાંજ


સાંજ


મોડી બપોરથી જ
એક ગાઢા ધુમ્મસે
ડુબાડી દીધું હતું
નીચે, તળેટી બીચ પથરાયું શ્હેર
અને હવે ગળી ગયું
ચપટાં માળખાં શી
ઓસરતી ભૂરાશ ભરી
ડુંગરીઓને પણ.
એક બાદ એક…

વિલીન થઈ ગયો
રહ્યા સહ્યા ઊંડાણનો
આખરી આભાસ.
આભ ને ધરા:
એક મેલું ફલક
વિશાળ, ખાલીખમ્મ…

શું ઊભરશે હવે
આ ભૂખર સઘનતા થકી?
અને ક્યારે?!

૧૯૯૮