દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૮. એક સોદાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૮. એક સોદાગર

મનહર છંદ


સોદાગર એક શુક સારિકાને સારી રીતે,
શીખવી કવિત નીત સારા સારા સ્વરમાં;
કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો,
ગામડામાં વાસો વસ્યો ગોવાળના ઘરમાં;
તારીફ સુણીને જોવા ત્યાં લોકો તમામ મળ્યા,
નોખી રીતભાત કશી ન આવી નજરમાં;
કહે દલપત્તરામ ગામનો ગમાર બોલ્યો,
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં.