નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ક્ષણેક્ષણ થતા આ...
ક્ષણેક્ષણ થતા આ
ક્ષણેક્ષણ થતા આ ભડાકા... હવે શું?
નગરની ગલી, પોળ-નાકા... હવે શું?
હણાતો નથી વાર કરવા છતાં પણ
જીવે છે આ પડછાયો આકા... હવે શું?
હતું ઘાસ ઈશ્વરનો છેલ્લો પુરાવો
થયા છે ત્યાં રસ્તાઓ પાકા... હવે શું ?
અચાનક બની દેવની આંખ ભાની
થયું કોઈ અંજનશલાકા.... હવે શું ?
‘નયન’ મનનું ડાણ માપી શક્યો ના
નયન? મનનું ઊંડાણ માપી શક્યો ના
સ્મરણના સતત આ ધબાકા... હવે શું?