નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ચાર ફૂટ ને પાંચ ઈંચ...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચાર ફૂટ ને પાંચ ઈંચ

ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.

કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી
કે ગળાની ખીંચખીંચનો આ નયન.

રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નય.

ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.

ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.