નયન હ. દેસાઈની કાવ્યસંપદા/રિસાયેલાં રાજવણનું ગીત
Jump to navigation
Jump to search
રિસાયેલાં રાજવણનું ગીત
સાવ સૂનું આકાશ ને એમાં એકલતાની ચીસ
ઢળે ઢોલિયા રાત સૂએ નહીં : બહાનાંઓ બત્રીસ
ઊમ્બર માંગો :આંગણ દઈ દઈએ
પાદર માંગો : પાટણ દઈ દઈએ
માંગો અભરે રાજ
કિન્તુ સુકા ઘાસની વચ્ચે મુકાય કૈં માચીસ?
ઝૂરે ઝરૂખો ઝૂરે અટારી
હરેક પગરવ બન્યા કટારી
દિલનો સૂનો સાજ
એકલતાના ખેલમાં કોને સંભળાશે અબ્બીસ?