નિરંજન ભગત : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય
Jump to navigation
Jump to search
—રમણલાલ જોશી
સંપાદકીય
‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ છવ્વીસમાં પુસ્તિકા છે. ડૉ. સુમનભાઈ શાહે સંનિષ્ઠાપૂર્વક એ તૈયાર કરી આપી એ માટે એ તેમનો આભારી છું. શ્રી નિરંજન ભગતનાં મોટાભાગનાં અગ્રન્ધસ્ય લખાણો ડૉ. ધીરુભાઈ પરીખે મેળવી આપ્યાં હતાં તે માટે લેખક આભારની લાગણી અનુભવે છે. આ શ્રેણીને લેખકો, અભ્યાસીઓ અને સાહિત્યરસિકોએ ઉષ્માભેર આવકારી છે અને પુસ્તિકાઓની માંગ ઉત્તરોત્તર વધતી રહી છે એની કૃતજ્ઞભાવે નોંધ લઉં છું. આવા સહકાર વગર અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે આ સાહિત્યપ્રવૃત્તિ ચાલુ રાખવાનું કદાચ ન બન્યું હોત. પ્રકાશક શ્રી બાબુભાઈ જોષીનો ઉત્સાહ પણ અભિનંદનીય છે. આ ‘શ્રેણી’ના અન્ય લેખકો પોતાની હસ્તપ્રતો સવેળા આપી એને સમૃદ્ધ કરશે એવી સહેજેય અપેક્ષા રહે છે.
ર, અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
૩ એપ્રિલ ૧૯૮૨
—રમણલાલ જોશી