પન્ના નાયકની કવિતા/ક્યાં શોધું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. ક્યાં શોધું?

ઠરી જતા શિયાળાની
ઠંડીમાં
ઠૂંઠવાતાં તારાં પગલાંને
બહાર વિસ્તરેલા સ્નોમાંથી
કેટલીય વાર
ઘરમાં આણ્યાં’તાં...
હવે
એમને ક્યાં શોધું
આ ભરઉનાળે...?