હું સૈનિકને જોઉં છું ને મને ખેડૂત યાદ આવે છે. હું બંદૂકને જોઉં છું ને મને હળ યાદ આવે છે. હું કબ્રસ્તાન જોઉં છું ને મને ખેતર યાદ આવે છે. હું સૈનિક અને ખેડૂત બન્નેને સાથે જોઉં છું ત્યારે આ બન્નેથી વહેરાતો મને ઈશ્વર યાદ આવે છે.