પુનશ્ચ/મનમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મનમાં

સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
          (એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
          પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
          તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
          (એ બેની આંખમાં સ્મિત હતું.)

૨૦૦૪