બાળ કાવ્ય સંપદા/અમે પંખી
Jump to navigation
Jump to search
અમે પંખી
લેખક : મહિપતરામ જોષી
(1915)
અમે અલક-મલકનાં ફરનારાં,
ઝાડે ઝાડે ડાળે ડાળે,
નાચી કૂદી સ૨વ૨પાળે,
ઊંચે ઊડીએ,
પ્રીતની પાંખે વાદળ અડીએ,
ઝીણી આંખે
કોઈ લીલાં પીળાં પચરંગી,
કોઈ ધોળાં કાળાં નવરંગી,
પોપટ મેના કાબર ચકલા,
કાગ કબૂતર હોલાં બગલા,