ભરત વિંઝુડાની ગઝલસંપદા/પગ ઉપર પડ


પગ ઉપર પડ

ક્યાંક થઈ જાશે બધું જડ
ઊઠ પાણા પગ ઉપર પડ

ઊંચકી માથાની કાવડ
જાતરા કરવા ગયું ધડ

હાથ વડવાઈ શા ઝૂલે
જે કદી થાશે નહીં થડ

સહેજ ઊંચાઈ વધે ને
વિસ્તરે અવકાશની તડ

આ પહોળા માર્ગ ઉપર
ભીડ વચ્ચેની છે સાંકડ

(સહેજ અજવાળું થયું)