ભરત વિંઝુડાની ગઝલસંપદા/શરીરમાં


શરીરમાં

મારા પહેલાં થાકી ગયો હું જ વિવમાં
બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં

લાગી જરા તરસ તો તરસનું જ નામ લઈ
પાણી જરાક રેડી દીધું છે રુધિરમાં

પોતાની જાતને જ ગળે બાંધવી પડે
ડૂબી શકાય તો જ મીરાંમાં કે મીરમાં

એ જેમ અંધકારમાં દીવો થઈ ગયાં
હું ફૂલ થઈ ગયો છું વહેતા સમીરમાં

દર્પણ ઉપરથી આંખ ઉઠાવી શક્યાં નહીં
ખૂંપી ગયું છે તીર સ્વયંમ્ નાં જ તીરમાં

(સહેજ અજવાળું થયું)