મંગલમ્/શ્રાવણ સુદિ પૂનમ ને
Jump to navigation
Jump to search
શ્રાવણ સુદિ પૂનમ ને
શ્રાવણ સુદિ પૂનમ ને રક્ષાબંધન આજ
વાટ જુએ છે બેની વીરા તારે કાજ.…
રાખીના ધાગા સોહે તિરંગા, હૈયામાં હેતની વહે છે ગંગા
તું છે મારા વીરા, સુખ-દુઃખની શિરતાજ
અભિલાષાની સરગમ છેડે છે બેની આજે…શ્રાવણ૦
માડીના જાયા સાચવજે કાયા, દુઃખની પડે ના કદીયે છાયા;
પ્રેમળ મૂર્તિ તારી મુજ હૈયે છે બિરાજ
અભિલાષાની સરગમ છેડે છે બેની આજ…શ્રાવણ૦
શૈશવમાં ભાઈ સાથે રમેલાં, નિશદિન ભાઈ સાથે જમેલાં,
શાના સમયની સમજી, સાચવજે મારી લાજ
અભિલાષાની સરગમ છેડે છે બેની આજ…શ્રાવણ૦
માતા કુંતાની રક્ષા બાંધીને, યુદ્ધે ચઢ્યો અભિમન્યુ કોઠે,
ભારત માની રક્ષા બાંધીને કરજે રાજ
અભિલાષાની સરગમ છેડે છે બેની આજ…શ્રાવણ૦