મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ તીર્થ અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તીર્થ અંગ

અખાજી

જો મુક્તિ વાંછે માનવી, તો એ કાશી ને એ જાહ્નવી.
પ્રગટ મુક્તિ આપે હરિદાસ, હરિ દેખાડે સર્વાવાસ.
અખા નહીં ઉધારે પડી, હરિજન મુક્તિ આપે રોકડી.          ૮૨

ચૂસે અસ્તશ્વાન મહાદુખે, નીસરે રુધિર પોતાને મુખે.
રાતો રંગ દેખી મકલાય, પણ કારણ પડિયું પોતામાંય.
સઘળે રચાણું તારું મંન, અખા ગમે ત્યમ કરે જતંન.          ૯૨