મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂઝ અંગ

અખાજી

જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ;
ત્યમ અખા સઘળો સંસાર ત્રિગુણ ભોગ કરે છે આહાર.          ૧૩૦