મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૨૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૨૧ - રાગ અધરસ

વિષ્ણુદાસ

દુષ્ટબુધ બોલ્યો વાંણી,
ક્રોધ અભિઅંતર આંણી;
કાંમ કર્યું રે પાપીશુ હઈડે જાંણી,
દુષ્ટબુધ બોલ્યો વાંણી.          ૧

મેં ત્યાંથી મોકલ્યો જેહ,
મારવા કારણ તેહ;
વિષયાસરસો તેં કંમ પરણાવ્યો એહ,          દુષ્ટ૦ ૨

કાગલમાંહે લખ્યું એવું,
પુત્ર તેં નવ કીધું તેવું;
મેં નવ જાંણ્યું નીપજશે એવું,          દુષ્ટ૦ ૩

મેં ત્યાં જે કહ્યું વચંન,
તેં ત્યાં તે નવ કીધું તંન;
માહારી દૃષ્ટિ આગલથી પાપી જા વંન,          દુષ્ટ૦ ૪

તાતનું વાયક જેહ,
પુત્રે ત્યાં સાંભલ્યું તેહ;
અપાર તાત હું સીસ ચઢાવું એહ,          દુષ્ટ૦ ૫

સાંભલો તાત વચંન,
નથી વીરાંસો તાહરો તંન;
લખ્યાથી અદકું ન કરે મદંન,          દુષ્ટ૦ ૬

પછે કાગલ મોકલ્યો જેહ,
આંણીને વંચાવ્યો તેહ;
જમતમ કરી વિષયા દેજે, એહ.          દુષ્ટ૦ ૭

સાંભલો વાયક સોયે,
હઈડે આશ્રજ હોયે;
દૈવ કરે તે ન કરે કોયે.          દુષ્ટ૦ ૮


પુત્રીનું વિધવાપણું જેહ,
વેર તાંહાં પાલીશું તેહ,
હું નિશ્ચે પતન પમાડું એહ,          દુષ્ટ૦ ૯