મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૩)
Jump to navigation
Jump to search
પદ (૧૩)
રમણ સોની
ઝાંઝરનો ઝમકારો વાગે
ઝાંઝરનો ઝમકારો વાગે, નેપુરનો ઠમકાર રે,
આવ્યો છે અવધતણો, ધણી અધમ-ઉધાર રે.
ઈંદીવર અંગે સુંદર, ભાનુ કુળ ભૂપ રે,
કોટિ કામ વારી નાખું, જોતાં તેનું રૂપ રે.
મુખ જાણે કોટિ શશી ફરકે બાળા કેશ રે;
કાને કડાં અને ઝુમખાં, હતો બાળે વેશ રે.
ભ્રુકુટીમાં બ્રહ્માંડ ભાગે, નેણ બે વિશાળ રે;
કંઠે ઝલકે ઘુલરુ, ગુંચવાણી મોતી માલ રે.
બોલી બોલે કાવલી ને વાણી છે રસાળ રે;
અધર રંગ પરવાળી, જરા ફુલેલા ગાલ રે.
બાજુબંધ ને બેરખા, ને કનકકડાં પણ રે;
કટિ નટે કંદોરામાં ખોસ્યાં ધનુષ ને બાણ રે.
પાએ પહેરી ઝાંઝરી ને દડબડ દડબડ દોડે રે;
ભાલણ-પ્રભુ રઘુનાથ, માહારો ભવ થકી છોડે રે.