મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૧.નબીમિયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૧.નબીમિયાં

નબી મિયાં (૧૮મી સદી)
પીર કાયમુદ્દીનની પરંપરાના આ કવિએ વેદાન્તી તત્ત્વોને સરળ દૃષ્ટાંતોમાં ગૂંથતી કવિતા લખી છે.

૧ પદ

તુમારી દરગાહમેં ફરિયાદ અમારી, મારી ભીડ ભાંગો મોરારી રે.
હું તો તમારે ચરણે આવ્યો, સુણો હઠીલા મારા શ્યામ;
અવગુણ અમારા તમે નવ જુઓ, નિશદિનના વિશ્રામ.          તુમારી૦

હું તમોને શું કહું વહાલા, તમો પર મારો પ્રાણ;
તમો પર હું વાજું ને ગાજું, એટલી ન કરો મુજ પર તાણ.          તુમારી૦

દાસ નબીને ગુરુ અભરામ મળીયા, શાહ કાયમદીન ચિશ્તી પીર;
મુજ રંકની ભીડ ભાગો, આવો અમારે મંદિર.          તુમારી૦