મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઉદયરત્ન પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
ઉદયરત્ન
નેમનાથ સ્તવન
બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે. બોલ ૧
રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠો રે;
જિહાં ગાંઠો તિહાં રસ નહિ જિમ શેલડી સાંઠો રે. બોલ ૨
નવ ભવનો મુને આપને નેમજી, નેહનો આંટો રે;
ધોયો કિમ ધોવાય યાદવજી, પ્રીતનો છાંટો રે. બોલ ૩
નેમ - રાજુલ બે મુગતિ પહોતાં, વિરહ નાઠો રે;
ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવનો કાંઠો રે. બોલ ૪