મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પદ ૧૪

બ્રહ્માનંદ

રે સગપણ હરીવરનું સાચું, બીજાું સર્વે ક્ષણભંગુર કાચું; રે સગ - ટેક.
રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યનું મન મિથ્યા ભાળી;
છે વરવા જેવા એક વનમાળી;          રે સગ.

રે થિર નહીં આવરદા થોડી, રે તુછ જાણીને આશા તોડી;
મેં જગના જીવન સાથે જોડી;          રે સગ.

રે ફોગટ ફેરા નવ ફરિયે, રે પરઘર પાણી શું ભરિયે;
જો વરિયે તો નટવરને વરિયે;          રે સગ.

રે ભૂઘર ભેટ્યા ભય ભાગો, રે સૌ સાથે તોડ્યો ઘાગો;
એ રસિક રંગીલાથી રંગ લાગો;          રે સગ.

રે એવું જાણીને સગપણ કીધું, રે મેણું તો શિર ઉપર લીધું;
બ્રહ્માનંદનું કારજ સીધું;          રે સગ.